Last Posts

Saturday, October 29, 2011

નવા રાજકારણી ફટાકડા.


દ્વિરેફની વાતો :



"આ દિવાળીએ ફોડેલા નવા રાજકારણી ફટાકડા.
૨G બોમ્બ
કોંગ્રેસીયુ છુસભમ્ભેડી
ઇકો ફ્રેન્ડલી, સદભાવના સુતળી બોમ્બ, એક સાથે ૨૬ ધડાકા,
રાહુલછાપ  લવિંગીયા
દેરાણી-જેઠાણીછાપ પ્રણબ-ચિદમ્બરમ,

પણ બધા ફટાકડા ફોડવા, માત્ર અને માત્ર, સુબ્રમનીયમછાપ ફૂલ્ઝરી, દીવાસળી અને અગરબત્તી.
 
સુપ્રીમ કોર્ટછાપ અને કેગછાપ દીવડા અને મીણબત્તી. 
આવતી દિવાળીએ નવા આવશે.

Friday, October 28, 2011

સાસ-બહુ સિરિયલ્સ કોઈકના હાર્ટ-એટેક અટકાવી દે. . . . .


દ્વિરેફની વાતો : 
અમુક ચેનલો પર પ્રાઈમ-ટાઈમમાં માથા પર કાળા પથ્થરના ઘાની જેમ ફેંકવામાં આવતી સીરીયલોની લોકોને એટલી ઉત્સુકતા હોય છે કે

"અક્ષરા નૈતિક સાથે શા માટે નથી બોલતી
 અને
 ગોપીવહુનું કાલે શું થશે ?"
એ જાણવા માટે ઘણા લોકોના એટેક પેન્ડીંગમાં રહી જતા હોય છે.

દિગ્વિજયસિંઘ કે ગીધવિજયસિંઘ ?

Dwikileaks :

"કોંગ્રેસના દિગ્વિજયસિંઘનું નામ એમની છઠ્ઠી પછી અને બારમા પહેલા, તેમની માનેલી ફોઈ  સો-નિ-મા ગાંધીએ  ગીધવિજયસિંઘ  પાડેલ છે, જેની સર્વેએ નોંધ લેવી."

આ નામકરણ બાબતે અમારા મનમુંગણ કેબલે પોતાને કઈ ખબર ન હોવાનું દર્શાવ્યું છે અને જવાબદારી પણ સ્વીકારી છે. આ બાબત અમારા ગુપ્ત કેબલ બાબાએ આપેલ છે, બાબા અને દિગ્વિજયસિંઘ વચ્ચે પહેલેથી જ ખુબ લગાવ રહ્યો છે, દિગ્વિજયસિંઘ બાબાના આસનો પોતાની ઈસ્ટાઈલથી કરે છે.

Saturday, October 22, 2011

દ્વીકીલીક્સ : Noble Prize for Peace goes to Sonia Gandhi. . . . .













And the NOBLE PEACE PRIZE for this year goes to . . . . .
.
.
.
.
.
.
Sonia Gandhi,
for making Peace between
Pronob Mukherji & P. Chidambaram.






મનના સાવ શાંત અને મોહન પણ ખરા (આસામ માટે) એવા અમારા સિંઘ કેબલ તરફથી જાણવા મળ્યું છે કે આ વખતનો નોબલ શાંતિ પુરસ્કાર મેડમજી એટલે કે સોનિયા ગાંધીને જ મળવો જોઈએ, કેમ કે જે એમણે કરી બતાવ્યું છે તેના લીધે ત્રણ જણાની ખુરશી બચી ગઈ છે, જેમાં એક પોતે પણ છે.

Stil Reading SRK in Ra.One



Stil Reading SRK :

"છમ્મકછલ્લો ગીતમાં શાહરુખ જાણે, ન ખુલતી હોય એવી કોઈ બરણીનું ઢાંકણું ખોલવા માગતો હોય એવું લાગે છે"
જી.વણ - ઢાં.કણ.

Friday, October 14, 2011

Casteism


"When one's 
friend circle  
 fully belongs to his/her caste
caste-ism rises accidentally."

દ્વિરેફની વાતો : સન્ની દેઓલની એક્ટિંગ



સન્ની દેઓલની જૂની ફિલ્મો :
હિરોઈન  ગળે વળગે ત્યારે મોં પર જે લાગણી અને બોડી લેન્ગ્વેજ બતાવવાની હોય એમાં એવું લાગે કે 
"આંખલો ઝાડને વળગીને ડોક ખંજવાળી રહ્યો છે".
.....ધ્યાનથી જોઈ જોજો આવું જ લાગશે.

Saturday, October 8, 2011

દ્વીકીલીક્સ : માનનીયશ્રી ને ગ્રહો નડે છે, પણ ક્યા !!!!!



"લોકોને ગોચરના ગ્રહો નડતા હોય છે, પણ આપના માનનીય નરેન્દ્રભાઈને  'ગૌચર'ના  ગ્રહો નડે છે"



. . . . .  તોય પણ એ સદભાવના રાખે છે, તમે પણ રાખજો.

Wednesday, October 5, 2011

દ્વિરેફની વાતો : Jobs Crisis


" On the Eve of Jobs Crisis,

US has lost the Jobs (Steve jobs). . . . ."


On the Eve of Jobs Crisis, US people are striving & struggling for jobs, US & the World will always strive for Jobs, the person who led & changed the technology and changed the meaning of  'I'.

R.I.P. Steve Jobs

દ્વિરેફની વાતો



"કોંગ્રેસની  સંજીવની બુટી  જેલમાં છે"

મૂર્છિત થયેલા કોંગ્રેસીઓને જીવન આપનાર સંજીવની બુટી (સંજીવ ભટ્ટ) જેલમાં છે. કોંગ્રેસના હનુમાન બનતા ચિદંબરમને પણ પગમાં તીર ભરતે માર્યું છે એટલે એ પણ બિચારા પોતાના બચાવમાં પડ્યા છે.


. . . . . પણ તમારે સદભાવના રાખવી.