Last Posts

Saturday, October 29, 2011

નવા રાજકારણી ફટાકડા.


દ્વિરેફની વાતો :



"આ દિવાળીએ ફોડેલા નવા રાજકારણી ફટાકડા.
૨G બોમ્બ
કોંગ્રેસીયુ છુસભમ્ભેડી
ઇકો ફ્રેન્ડલી, સદભાવના સુતળી બોમ્બ, એક સાથે ૨૬ ધડાકા,
રાહુલછાપ  લવિંગીયા
દેરાણી-જેઠાણીછાપ પ્રણબ-ચિદમ્બરમ,

પણ બધા ફટાકડા ફોડવા, માત્ર અને માત્ર, સુબ્રમનીયમછાપ ફૂલ્ઝરી, દીવાસળી અને અગરબત્તી.
 
સુપ્રીમ કોર્ટછાપ અને કેગછાપ દીવડા અને મીણબત્તી. 
આવતી દિવાળીએ નવા આવશે.

Friday, October 28, 2011

સાસ-બહુ સિરિયલ્સ કોઈકના હાર્ટ-એટેક અટકાવી દે. . . . .


દ્વિરેફની વાતો : 
અમુક ચેનલો પર પ્રાઈમ-ટાઈમમાં માથા પર કાળા પથ્થરના ઘાની જેમ ફેંકવામાં આવતી સીરીયલોની લોકોને એટલી ઉત્સુકતા હોય છે કે

"અક્ષરા નૈતિક સાથે શા માટે નથી બોલતી
 અને
 ગોપીવહુનું કાલે શું થશે ?"
એ જાણવા માટે ઘણા લોકોના એટેક પેન્ડીંગમાં રહી જતા હોય છે.

દિગ્વિજયસિંઘ કે ગીધવિજયસિંઘ ?

Dwikileaks :

"કોંગ્રેસના દિગ્વિજયસિંઘનું નામ એમની છઠ્ઠી પછી અને બારમા પહેલા, તેમની માનેલી ફોઈ  સો-નિ-મા ગાંધીએ  ગીધવિજયસિંઘ  પાડેલ છે, જેની સર્વેએ નોંધ લેવી."

આ નામકરણ બાબતે અમારા મનમુંગણ કેબલે પોતાને કઈ ખબર ન હોવાનું દર્શાવ્યું છે અને જવાબદારી પણ સ્વીકારી છે. આ બાબત અમારા ગુપ્ત કેબલ બાબાએ આપેલ છે, બાબા અને દિગ્વિજયસિંઘ વચ્ચે પહેલેથી જ ખુબ લગાવ રહ્યો છે, દિગ્વિજયસિંઘ બાબાના આસનો પોતાની ઈસ્ટાઈલથી કરે છે.

Saturday, October 22, 2011

દ્વીકીલીક્સ : Noble Prize for Peace goes to Sonia Gandhi. . . . .













And the NOBLE PEACE PRIZE for this year goes to . . . . .
.
.
.
.
.
.
Sonia Gandhi,
for making Peace between
Pronob Mukherji & P. Chidambaram.






મનના સાવ શાંત અને મોહન પણ ખરા (આસામ માટે) એવા અમારા સિંઘ કેબલ તરફથી જાણવા મળ્યું છે કે આ વખતનો નોબલ શાંતિ પુરસ્કાર મેડમજી એટલે કે સોનિયા ગાંધીને જ મળવો જોઈએ, કેમ કે જે એમણે કરી બતાવ્યું છે તેના લીધે ત્રણ જણાની ખુરશી બચી ગઈ છે, જેમાં એક પોતે પણ છે.

Stil Reading SRK in Ra.One



Stil Reading SRK :

"છમ્મકછલ્લો ગીતમાં શાહરુખ જાણે, ન ખુલતી હોય એવી કોઈ બરણીનું ઢાંકણું ખોલવા માગતો હોય એવું લાગે છે"
જી.વણ - ઢાં.કણ.

Friday, October 14, 2011

Casteism


"When one's 
friend circle  
 fully belongs to his/her caste, 
caste-ism rises accidentally."

દ્વિરેફની વાતો : સન્ની દેઓલની એક્ટિંગ



સન્ની દેઓલની જૂની ફિલ્મો :
હિરોઈન  ગળે વળગે ત્યારે મોં પર જે લાગણી અને બોડી લેન્ગ્વેજ બતાવવાની હોય એમાં એવું લાગે કે 
"આંખલો ઝાડને વળગીને ડોક ખંજવાળી રહ્યો છે".
.....ધ્યાનથી જોઈ જોજો આવું જ લાગશે.